ડેનમાર્કમાં ઇઝરાયલી દુતાવાસ પાસે બે વિસ્ફોટક : અફરાતફરી

મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફાટી નીકળેલા યુધ્ધના પડઘા હવે અન્ય દેશોમાં પણ પડવા લાગ્યા છે જયારે ડેનમાર્કમાં ઇઝરાયલી દુતાવાસ પાસે બે વિસ્ફોટ થતા જ અફડાતફડી મચી ગઇ હતી અને પુરા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. જોકે આ વિસ્ફોટકમાં કોઇ ઘાયલ થયાના હજુ અહેવાલ નથી.

ડેનમાર્કની રાજસ્થાનીમાં સુરક્ષીત વિસ્તારમાં આવેલા ઇઝરાયલી દુતાવાસ પાસે બે વિસ્ફોટ થયા હતા. જેના કારણે અફડાતફડી મચી ગઇ હતી. આ વિસ્ફોટથી આસપાસની ઇમારતોને થોડુ નુકસાન થયું હતું.

પરંતુ કોઇને ઇજા થઇ ન હતી. માનવામાં આવે છે કે ગભરાહટ ફેલાવવા માટે આ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. ડેનમાર્કે પોલીસે તેની તપાસ શરૂ કરી છે અને વિસ્ફોટકો મુકનારનું પગેરૂ મેળવવા કોશીશ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE