કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની

બ્રાઇડલ લૂકમાં વીડિયો શેર કર્યો

બ્રેસ્ટ કેન્સર સ્ટેજ 3ની સારવાર લઈ રહેલી હિના ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિના ખાન બ્રાઈડલના લુકમાં જોવા મળી રહી છે. તેમણે રેમ્પ વોક પણ કર્યું હતું.
ટીવી સ્ટાર હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. તેમ છતાં તેમણે કામમાંથી બ્રેક લીધો નથી. હાલમાં અભિનેત્રી પોતાની હેલ્થને લઈ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે હેલ્થ અપટેડ શેર કરતી રહી છે.

એક બાજુ કીમોથેરાપીની સારવાર ચાલી રહી છે, તો બીજી બાજુ તેમણે પોતાનું કામ પણ ચાલું રાખ્યું છે. હવે અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. બ્રાઈડલ લુકમાં હિના ખાન કોન્ફિડન્સ સાથે વોક કરી રહી છે. આ જોઈ ચાહકો પણ ખુશ થયા છે. તેમણે હેવી જ્વેલરી અને બ્રાઈડલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. આ વીડિયો શેર કરી એક નોટ પણ લખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE