માંગરોળમાં કોન્ટ્રાક્ટરે સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

માંગરોળ નજીકના એક ગામમાંથી અત્રે મકાન બાંધકામમાં મજુરીએ આવતી યુવતીને કોન્ટ્રાકટરે હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા બાદ તાજેતરમાં તેને પેટમાં દુખાવો ઉપડતા સારવાર દરમ્યાન પાંચેક માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. બનાવ અંગે મરીન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ : તાલાળાનો રહેવાસી હિતેષ ઉર્ફે જીતુભાઈ પરમાર છુટક બાંધકામના કોન્ટ્રાક્ટ રાખે છે.

ત્યારે માંગરોળ બંદર વિસ્તારમાં એક મકાનના બાંધકામમાં મજુરી અર્થે બાજુમાં આવેલા એક ગામમાંથી પોતાની માતા સાથે એક યુવતી આવતી હતી. આ યુવતી સાથે સંબંધ બાંધવા કોન્ટ્રાકટરે માંગણી કરી હતી. પરંતુ તેણે ઈન્કાર કરતા કામમાંથી કાઢી મુકવાની અને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી કોન્ટ્રાકટરે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ યુવતીએ આરોપીની બીકને લીધે ઘરે વાત કરી ન હતી. દરમ્યાન બે, ત્રણ દિવસ અગાઉ યુવતીએ પેટમાં દુખાવો થતો હોવાનું જણાંવતા માતા તેને નજીકની હોસ્પિટલે સારવાર માટે લઈ ગઈ હતી. જ્યાં યુવતીને પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા કોન્ટ્રાકટરના કુકર્મનો ભાંડો ફૂટ્યો હતો. બનાવ અંગે યુવતીએ માતાને હકીકત વર્ણવી હતી. ત્યારબાદ પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. વધુ તપાસ માંગરોળ ડીવાયએસપી કોડીયાતર ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE