અમદાવાદમાં ચાર્જિંગમાં મૂકેલી EVની બેટરી ફાટતાં ઘરવખરી બળીને રાખ

માહિતી મુજબ વાસણા બેરેજ વિસ્તારના સિદ્ધશીલા ફ્લેટમાં ત્રીજા માળે આજે વહેલી સવારે જ આગની ઘટનાની જાણકારી મળી હતી. તપાસમાં જાણ થઇ કે ઘરના ડ્રોઈંગ રૂમમાં જ ઈવીની બેટરી ચાર્જિંગમાં લગાવાઈ હતી જેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું.

ઘરમાં હાજર લોકોનો આબાદ બચાવ 

બેટરીમાં વિસ્ફોટની ઘટના સમયે ત્રણ લોકો ઘરમાં જ હતા જેમનો હેમખેમ આબાદ બચાવ થયો હતો. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવાયો હતો. ઘરમાં બે યુવક અને એક મહિલા હતી. તેમને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જ બચાવાયા હતા.

શાહ પરિવારના સભ્યો ઘરમાં જ હાજર હતા 

એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય અને શહેર પ્રમુખ પણ આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટના સમયે ભૂમિકા શાહનો પરિવાર ઘરમાં જ હતો. આગની ઘટનાને કારણે આખી ઘરવખરી બળીને રાખ થઇ ગઇ હતી. જોકે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE