મોદી સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ભાગરૂપે તા. 27 શનિવારના રોજ ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના પ્રિફેક્ટ કાઉન્સીલના પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સ્કૂલના દરેક વિદ્યાર્થીઓએ લોકશાહી પર્વની ઉજવણી કરેલ તેમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાના ઉમેદવારને પસંદ કરવા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ મતદાન બાદ મતગણતરી પૂર્ણ થતાં તેમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓ જેમ કે ગુજરાતી માધ્યમમાં હેડબોય કોશિયા દક્ષ અને હેડગર્લ તરીકે માધાણી રીયા, જ્યારે અંગ્રેજી માધ્યમમાં હેડબોય તરીકે વસાણી રોમીલ અને હેડગર્લ તરીકે પાંભર શ્રેયા તેમજ ગુજરાતી માધ્યમમાં ડેપ્યુટી હેડબોય તરીકે પરમાર શૌર્ય અને ડેપ્યુટી હેડગર્લ વાડોદરીયા આસ્થા, પસંદગી પામ્યા હતાં.
Post Views: 0











