વોર્ડ નં.૪માં રૂા. ૧૫.૩૦ લાખના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન નખાંશે

 

રાજકોટ શહેરના વોર્ડ નં.૪માં અમદાવાદ હાઇવે પર આવેલ ખોડલરાજ રીયલ હોમમાં રૂ.૧૫.૩૦ લાખના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ મંજુર કરવા બદલ મેયર તથા વોર્ડ નં.૪ના કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, લાઈટીંગ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૪ના કોર્પોરેટર કાળુભાઈ કુંગશીયા તેમજ કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, પરેશભાઈ ડી. પીપળીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યકત કરેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE