મેડિકલનાં વિદ્યાર્થીઓ આનંદો, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

ગાંધીનગરઃ CMની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ મિટિંગમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. મેડિકલ વિદ્યાર્થીઓનાં હિતમાં GMERS કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. તે અંગતર્ગત ગવર્નમેન્ટ ક્વોટોમાં 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં 12 લાખ ફી રહેશે.

છેલ્લા ઘણાં સમયથી મેડિકલના વિદ્યાર્થીઓએ સરકાર સામે ફી વધારા મામલે બાંયો ચડાવી હતી. પૂરજોશમાં સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આખરે સરકારે વિદ્યાર્થીઓનાં હિતમાં ફી ઘટાડવાનો નિર્ણય લીધો છે.

કેબિનેટ મંત્રીઓની બેઠક યોજાઈ
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ મંત્રીઓની બેઠક યોજવામાં આવી હતી. ત્યારે બુધવારે મહોરમની રજા હોવાથી મંગળવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મામલે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વરસાદની સ્થિતિ, પાકનું વાવેતર અને ચાંદીપુરા વાયરસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગની ભરતી સહિત રાજ્યમાં પાણીની સ્થિતિ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE