રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નર્સરીના પ્રવેશ માટે જે બાળકોના માતા-પિતા મારફત ફોર્મ જમા કરવામાં આવેલ છે, તે તમામ છાત્રોને દર વર્ષની માફક પારદર્શક ડ્રો પદ્ધતિથી પ્રવેશ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલ નાની દિકરીઓના હસ્તે તમામ ચીઠ્ઠીઓ ખેંચાવામાં આવેલ હતી અને પ્રવેશ મેળવેલ દરેક વિદ્યાર્થીનું નામ જાહેર કરવામાં આવેલ હતું. આ પ્રવેશ પ્રક્રિયામાં શાળા દિઠ 13 દિકરીઓ અને 12 દિકરાઓ એમ કુલ 25 વિધાર્થીઓને ડ્રો મારફત પ્રવેશ આપવામાં આવેલ હતો. આ વર્ષે ત્રણ શાળાઓ વચ્ચે કુલ 521 ફોર્મનું વિતરણ કરવામાં આવેલ હતું.
Post Views: 0











