દુબઈથી સોનાની હેરાફેરી કરતા જની ધરપકડ, ૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત

આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડની પેસ્ટ બનાવીને સોનું સુરતમાં ઘુસાડતા ભારત હેડલાઈન, તા.૮ દુબઈથી સુરત સોનાની હેરાફેરી કરતા એક મહિલા સહિત ૪ શખ્સ ઝડપાયા છે. આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડની પેસ્ટ બનાવીને સોનું સુરતમાં ઘુસાડતા હતા. એરપોર્ટ પર ગોલ્ડ ડિટેક્ટ ન થાય તે માટે ખાસ કેમિકલ એકવારીઝિયા આરોપીઓ વાપરતા હતા. જોકે તેમ છતાં પણ સોનાની હેરાફેરી કરતી ગેંગ એરપોર્ટ પર આવતા સુરત SOGએ ઝડપી પાડી હતી. સમગ્ર ઘટના બહાર લાવવા માટે ઘરેણાં બનાવનાર કારીગર પાસે પેસ્ટની તપાસ કરાવી હતી, કારીગરે પેસ્ટ ઓગાળ્યું તો રૂપિયા ૬૪,૮૯,૦૦૦નું ૯૨૭ ગ્રામ સોનું નીકળ્યું હતું. આ સાથે ગોલ્ડ સ્મગલિંગ કરતા એક દંપતી સહિત તમામ આરોપીઓ માંગરોળના વતની છે. જાત્રઋને મળેલી માહિતી અનુસાર ૧ મહિલા સહિત ૪ શખ્સ દુબઈથી ગોલ્ડ સ્મસ્ટિંગ કરી સુરત એરપોર્ટ બહારથી આવતા આરોપીઓની ઘરપકડ કરી હતી. આરોપીઓનો ગોલ્ડ સ્મસ્ટિંગ માટે નવો કીમિયો સામે આવ્યો હતો.

ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને ગોલ્ડ દુબઈથી ફ્લાઈટ થકી સુરત લઈ આવ્યા હતા. બેગની અંદરથી પેસ્ટના માધ્યમથી મળ્યું હતું. જ૫ત્રકએ પોતાના જ ઓફિસમાં સોનાના ઘરેણાં બનાવનાર કારીગરને બોલાવીને પેસ્ટની તપાસ કરાવી તો ગોલ્ડ નીકળ્યું હતું. તમામનું વજન કરતા કુલ ૯૨૭ ગ્રામ ગોલ્ડ આરોપીઓ દુબઈથી સુરત લઈને આવી ગયા અને એરપોર્ટ પર કોઈને તેની જાણ સુધી થઈ નથી. આ ગોલ્ડ સ્મગલિંગ કરતા દંપતી સહિત તમામ આરોપીઓ માંગરોળના વતની ગોલ્ડની કિંમત ૬૪,૮૯,૦૦૦ રૂપિયા માનવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે બેગની અંદર તેઓ એક સોનાનો લેયર બનાવતા. એકવારીઝિયા કરીને એક કેમિકલ તે વાપરતા હતા. આ કેમિકલ સ્પ્રે કરવાથી સોનું મેટલ ડિટેક્ટરની અંદર ડિટેક્ટ થતું નથી.

બેગની રેઝીનના પાછળ જે રેક હોય છે તેને પીગળવામાં આવ્યા ત્યારે જ સોનું મળ્યું હતું. રેકઝીનની પાછળ એક પેપર ટાઈપ સોનું રાખી તેની પર કાળા રંગનું કાપડ ચડાવી દેતા હતા. તમામ આરોપીઓ સુરત ગ્રામ્ય માંગરોળના વતની છે. આરોપી નઈમ સાલેહ, ઉમેમાં સાલેહ પતિ પત્ની છે. જેઓ કેરિયર તરીકે પકડાયા છે. તેમને લેવા મોકલનારનું નામ અબ્દુલ છે અને તે રોકાણ કરનાર છે. ફિરોઝ નુર કરીને ડ્રાઈવર છે. આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સોનું દુબઈથી જે વ્યક્તિ પાસેથી લાવ્યા છે તે અંગેની પણ તપાસ ચાલી રહી છે. જે રીતે ફિનિશિંગ છે તેનાથી લાગે છે કે અગાઉ પણ આ લોકો આવી જ રીતે સોનું સુરત લઈને આવ્યા છે. તેમના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે તેઓએ કહ્યું હતું કે દંપતી કેરિયર છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment

READ MORE

READ MORE