શ્રી સુધીર તિવારીજી કૈવલ્યધામના ચેરમેન અને ઇન્ડીયન યોગ એસોસીએશન ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર ઓ.પી. તિવારીજીના સુપુત્ર છે. જેઓ હાલ ટોરેન્ટો કેનેડાના રહેવાસી છે. શ્રી સુધીર તિવારીજી પ્રાણાયામ, ધ્યાન, જાપ અને આયુર્વેદના સિધ્ધાંત અનુસાર વર્કશોપ માટે સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરે છે. તેના ભાગરૂપે લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ ‘લાઇફ’ દ્વારા પ્રાણાયામ અને ધ્યાન સાધના શિબિરનું આયોજન તા.૨૨ થી ૨૭ જુલાઇ સુધી સવારે ૭ થી ૮:૩૦ અને સાંજે ૫ થી ૬:૩૦ સુધી રેસકોર્સ રીંગ રોડ પર આવેલ પ્રોજેકટ ‘લાઇફ’ બિલ્ડીંગ ખાતે કરાયું છે. ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ વર્કશોપમાં વહેલા તે પહેલાના ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે. વધુ માહિતી માટે મો. ૮૫૧૧૩ ૩૧૧૩૩ અથવા લેન્ડ લાઇન નં. ૦૨૮૧ ૨૪૭૯૧૩૩ ઉપર સંપર્ક કરવાં જણાવાયું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog