રાજકોટના આંગણે શ્રીનાથ ધામ હવેલીમાં વૈષ્ણવાચાર્ય પૂજયશ્રી મહોદયના સ્વમુખે દરરોજ સવારે 7.00 થી 7.30 અને રાત્રે 9.30 થી 10.00 કલાકે ‘હરિનામ સંકીર્તન’ તેમજ શ્રીકૃષ્ણ ધ્યાન કરવામાં આવ્યું હતું. આ અનુષ્ઠાનના માધ્યમથી હજારો બાળકો, યુવાનો, વડીલો નિયમિતતાથી સવારે અથવા સાંજે હરિનામ સંકીર્તનમાં જોડાઈને ધન્યતાનો અનુભવ કર્યો છે. તેમજ હરિનામ સંકીર્તન તારીખ 1 જુલાઈના રોજ રાત્રે પ્રભુદાસભાઈ પારેખ પરિવાર (શિલ્પા જવેલર્સ)ના ગૃહે રાખવામાં આવ્યું હતું. પરિવારજનોને પૂજયશ્રીના આશીર્વાદ, હરિનામ સંકીર્તન એવમ શ્રીકૃષ્ણ ધ્યાનનો અનેરો લાભ પ્રાપ્ત થયો હતો. પૂજયશ્રી દ્વારા દરરોજ સવારે શ્રી ગિરીરાજજી પ્રભુને દુગ્ધાભિષેક કરવામાં આવ્યું અને દર્શન સમયે પૂજય શ્રી દ્વારા વૈષ્ણવજનોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા તેમજ અનેક ઘરોમાં પૂજયશ્રીની મંગલ પધરામણી કરવામાં આવી હતી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog