રેડક્રૉસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ની બેઠક યોજાયેલ

રેડક્રૉસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ની બેઠક યોજાયેલ, આજરોજ ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા શાખા ના હોદેદારો અને સભ્યો ની બેઠક ચેરમેન અજયભાઇ બારડ ની અધ્યક્ષ સ્થાને મળી, જેમાં આગામી તા. 19-07-2024 ને શુક્રવાર ના રોજ ર્ડો. ભરતભાઈ બારડ ની 16મી પુણ્યતિથિનિમિતે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ જેમાં રાજકોટ ની સિનર્જી હોસ્પીટલ ના સુપર સ્પેશિયાલિટ ડૉક્ટર ની ટીમ તેમજ બ્લડ ડોનેશન ની ટીમ આવવાની હોય આ બાબતે બેઠક મળી, જેમાં ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ, વાઇસ ચેરમેન રામસિંહભાઈ મોરી, ખજાનચી કાળાભાઈ બારડ, સેક્રેટરી કાનાભાઈ બારડ, ભુપતભાઇ ઝાલા, નરેશભાઈ કામલીયા,મનોજભાઈ વાળા, અનુપમભાઈ રામસિંહભાઈ વાણવી, રાજેશભાઈ પાઠકભાઈ, અને હોદેદારો અને સભ્યો હાજર રહ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE