અંધ મહિલા વિકાસગૃહની દીકરીઓના ચહેરા પર મેંગોપીપલ પરીવાર મુસ્કાન લાવ્યું

મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા તાજેતરમાં વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસગૃહની દીકરીઓને ગંદા કપડાથી થતા નુકસાન અને સેનેટરી પેડના ફાયદા સમજાવતો શારીરીક સ્વચ્છતાનો સેમીનાર યોજાયેલ હતો. પ્રોજેક્ટ મુસ્કાનનાં ફાઉંડર રૂપલબેન રાઠોડે દીકરીઓને સરળ ભાષામાં સુંદર સમજણ આપેલ હતી. સેમીનારના અંતે દરેક દીકરીઓને મુસ્કાન મેજીક બોક્સ દ્વારા સેનેટરી પેડ તથા અન્ડર ગારમેન્ટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ સુંદર સતકર્મને સાર્થક કરવા માટે પ્રોજેક્ટ હેડ મોનાબેન રાજવીર, કલ્યાણીબેન જોશી, પ્રોજેક્ટ મુસ્કાનનાં ફાઉંડર રૂપલબેન રાઠોડ તથા મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડે સુંદર જહેમત ઉઠાવેલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર દ્વારા શરૂ કરાયેલ પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા છેલ્લા ૬ વર્ષથી રાજકોટ, જામનગર તથા વાંકાનેરની હજારો જરૂરીયાતમંદ બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ તથા નિઃશુલ્ક અન્ડર ગારમેન્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાચી સમજણ સાથેના સેમિનાર પણ યોજવામાં આવી રહ્યા છે. મેંગોપીપલ પરીવારના પ્રોજેક્ટ મુસ્કાનમાં આપનો અમૂલ્ય સહયોગ આપવા માટે અને વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ (મો. ૯૨૭૬૦ ૦૭૭૮૬) નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE