રાજકોટ મોટા મવા વિસ્તારમાં બિનખેતી કર્યા વગર સૂચિત સોસાયટીઓ ઊભી કરી દસ્તાવેજો કરી દેનાર આકાઓ કોણ?

સૂચિતના દસ્તાવેજો કરી આપનાર આકાઓ દ્વારા આચરાયેલા કૌભાડનું કલેકટર પાસે કોકડું આવતા વિગતો ખુલી.. જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ઉઠી લોકમાંગ ભારત હેડલાઈન, તા.૪ રાજકોટના મોટા મવા વિસ્તારમાં બિનખેતી કર્યા વગર સૂચિત સોસાયટીઓ ઊભી કરી દઈ મકાન પ્લોટના સૂચિતના દસ્તાવેજો કરી વેંચી દેવાઈ હોવાનું સામે આવ્યું છે.

સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી તંત્રની આંખમાં ધૂળ નાંખી કરોડી રૂપિયાની કમાણી કરનાર ભૂમાહિયાઓ કોણ કોણ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કલેકટર પાસે કોકડું આવતા વિગતો ખુલવા પામી હતી ત્યારે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે. રાજકોટમાં ગેમઝોનના અગ્રિકાંડ બાદ તમામ વિભાગના અધિકારીઓ સતર્ક બન્યાં છે. રાજકોટ તાલુકાના સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી તંત્રની આંખમાં ધૂળ નાંખી કરોડો રૂપિયાની કમાણી કરનાર ભૂમાફિયાઓ બન્યા બેફામ ?! મોટામવા ગામાના રેવન્યુ સર્વે નં. ૫૦ પૈકી ૧/૧ ની જમીન હેકટર ૧-૨૫- ૩૩નો તઠશરી કેસ રાજકોટ કલેકટર પ્રભવ જોપીની કોર્ટમાં ચાલી જતાં મોટી ગંભીર ક્ષતિઓ બહાર આવી હોવાનું સામે આવ્યુ છે.

મોટામવા હાલ રાજકોટ શહેરમાં સમાવિષ્ટ થઈ ગયેલ છે. આ જમીન ૧-૨૫-૩૩ ચો.મી. ઉપર સુચિત સીતારામ પાર્ક કો.ઓ.હા.સોસાયટી લી.ના સભ્યોએ ભાંધકામ સાથે બહુ લાંબા સમયથી આ ભૂમાફિયાઓ પાસે અંધારામાં રહી કબ્જો મેળવેલ છે. અને એમના દસ્તાવેજો પણ કરેલ છે. પ્લોટ ધારકોને જ્યારે ખબર પડી કે આતો બિન કાયદેસર પ્લોટીંગ છે ત્યારે પસ્તાવો થવા પામ્યો હતો. જે સરકારી રેકર્ડ પર ઉપર હોવા છતાં નાયબ કલેક્ટર સીટી પ્રાંત- રની કોર્ટએ વ્યાને લીધેલ નથી, તેવું ભહાર આવ્યુ છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE