અમરેલીમાં ટ્રકમાં ૯ ભેંસો ને કતલખાને લઇ જતૉ શખ્સ ઝબ્બે પોલીસે ટ્રક અને ભેંસ સહિત ૭.૨૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો

અમરેલીના લાઠી રોડ પર રેલવે ફાટક નજીકથી પોલીસે ટ્રકમાં ૯ ભેંસને કતલખાને લઈ જતા શખ્સને ઝડપી લીધો હતો. તેમની પાસેથી રૂપિયા ૭.૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા ઈસમ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધ રવામાં આવી હતી ચિરાગ દેસાઈની સુચના અને સીટી પી.આઈ એ.એમ. પરમારની રાહબરી નીચેની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન લાઠી રોડ રેલવે ફાટક પાસે ટ્રકમાં ભેંસોને કતલખાને લઈ જવાતી હોવાની બાતમી મળી હતી. પોલીસે અમરેલીના ખત્રીવાડ ઓસ્વાલપામાં રહેતા અલ્ફેજ મહેબુબભાઈ કાલવાને ટ્રકમાં ૯ ભેંસોને કતલખાને લઈ જતા ઝડપી લીધો હતો. પોલીસે તેમની પાસેથી રૂપિયા ૨૨૫૦૦૦/-ની કિંમતની ૯ ભેંસો અને રૂપિયા ૫૦૦૦૦૦/- કિંમતનો ટ્રક નંબર જી.જે.૧૩.એ.એક્સ-૨૫૦૨ મળી કુલ રૂપિયા ૭૨૫૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા અલ્ફેજ કાલવા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE