ક્રાંકચમાં દવાનો છંટકાવ કરતા ઝેરી દવાની અસર થતા પરપ્રાંતિય યુવકનું મોત

દવાનો છંટકાવ બાદ એ હાથે જ નાસ્તો કર્યો’તો

મુળ મધ્યપ્રદેશ અને હાલ લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમા રહી ખેતમજુરી કરતા પરપ્રાંતિય યુવકનુ ઝેરી દવાની અસરથી મોત નિપજયું હતુ.

ક્રાંકચ ગામની સીમમા બાબુભાઇ ટીંબડીયાની વાડીએ ખેતમજુરી કામ કરતા ૧૯ વર્ષીય ગોપાલ સબુભાઇ માવી નામનો યુવક તારીખ ૨૮ના રોજ બપોરના ચારેક વાગ્યે વાડીએ ખડમા છાંટવાની ઝેરી દવા લઇ છંટકાવ કરતો હતો. બાદમા આ યુવક દવાવાળા હાથે નાસ્તો કરતો હતો ત્યારે ઝેરી દવાની અસર થતા તેને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયો હતો.અહી ગોપાલ માવીનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. બનાવ અંગે નિલેશભાઇ માવીએ લીલીયા પોલીસ મથકમા જાણ કરી હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE