સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા નજીક થી એક શખ્સ દેશી બંદુક સાથે ઝડપાયો

  • ⇐એસ.ઓ.જી.એ ડેમ બાજુના રસ્તેથી ઝડપી લીધો પોલીસે મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ આદરી

અમરેલી જિલ્લામા ગેરકાયદે હથિયાર ધરાવતા તત્વો સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા નજીકથી એક શખ્સને S.O.G પોલીસે દેશી બંદુક સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી બંદુક સાથે યુવક ઝડપાયાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા ગામે બની હતી. એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે ભમોદ્રા ગામથી ડેમ બાજુ જવાના રસ્તેથી સાવરકુંડલામા ગીરધરવાવ સામે રહેતા ૩૫ વર્ષીય નદીમ ગફારભાઇ બેલીમ નામના યુવકને દેશી બંદુક સાથે ઝડપી લીધો હતો.

પોલીસે આ શખ્સની પુછપરછ કરતા તેની પાસે હથિયારનુ કોઇ લાયસન્સ ન હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે આ શખ્સની ધરપકડ કરી મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ પી.એસ.આઇ એન.એસ.મુસાર ચલાવી રહ્યાં છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE