દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. જિયોના વધેલા ટેરિફ પ્લાન ૩ જુલાઈથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન જે પહેલાં ૧૫૫ રૂપિયાનો હતો એ વધીને ૧૮૯ રૂપિયા થઈ જશે. રિલાયન્સ જિયોએ ૧૭ પ્રીપેડ અને ૨ પોસ્ટ પેઇડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં ૧૫%થી ૨૫% સુધીનો વધારો કર્યો છે. નવા ટેરિફ પ્લાન ૩ જુલાઈથી અમલમાં આવશે. હવે ૨૩૯ રૂપિયાનો સૌથી લોકપ્રિય પ્લાન ૨૯૯ રૂપિયામાં ઉપલબ્ધ થઈ ગયો છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. એની વેલિડિટી ૨૮ દિવસની છે. સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન ૧૫૫ રૂપિયાનો હતો, હવે એની કિંમત વધારી ૧૮૯ રૂપિયા કરી દેવામાં આવી છે. જિયોએ પોતાના પ્લાનમાં ૩૪થી લઇને ૬૦૦ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ ઉપરાંત અનલિમિટેડ 5G ડેટા માટે પણ જિયોએ ફેરફાર કર્યા છે. જેમાં હવેથી જે રિચાર્જમાં દૈનિક 2GB ડેટા મળે છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD