વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા થેલેસેમીયા પીડિત બાળકોની માતૃવત્સલ સારવાર કરતા નર્સ બહેનો સહિતના સ્ટાફનું કરાયું બહુમાન

રાજકોટની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા કુદરતે પણ જેમની સાથે અન્યાય કરેલ છે અને રક્ત જેમનો ખોરાક છે તેવા લોહીના વારસાગત રોગ થેલેસેમીયાનો ભોગ બનેલા રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માંથી ૫૦૦ થી વધુ થેલેસેમીયા પીડિત બાળકો નિયમિત રીતે મહિનામાં બે વાર બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે શહેરની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે આવે છે. આ તમામ થેલેસેમિક બાળકોને સારામાં સારી સારવાર મળે, તેઓની વેદના ઓછી થાય અને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત થેલેસેમીયા વોર્ડમાં ફરજ બજાવતા તમામ સિસ્ટરો, નર્સ બહેનો દરેક બાળકની માતૃવાત્સલ્ય કાળજી લેતા કીર્તિદાબેન યાદવ, પુનીતાબેન જીવરાજાની, ઉમાબેન ધાવરી, લક્ષ્મીબેન કાનાબાર, કિરણબેન વાણંદ તેમજ કાઉન્સેલર, પટ્ટાવાળા, સફાઈ કામદાર સહિતના ૧૨ સેવાભાવી અને માનવતાવાદી સ્ટાફ પરિવારનું તેઓની કર્તવ્યનિષ્ઠા અને માનવીય અભિગમને ધ્યાનમાં લઈને દરેક સ્ટાફનું સંસ્થાના હસુભાઈ રાચ્છ, રાજેશભાઈ ભાતેલીયા, પ્રવીણભાઈ પરસાણાના હસ્તે કુમકુમ તિલક કરી, ખેસ પહેરાવી, પુસ્તક, શ્રીફળ સાકરનો પડો, સ્મૃતિ ભેટ આપી તેમજ શાલ ઓઢાડીને લાગણીસભર સન્માન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, દિનેશભાઈ ગોવાણી, પરીમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, જીતુભાઈ ગાંધી કાર્યરત રહેલ હતા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE