International yoga day 2024 : શ્રીનગરમાં PM મોદીનું સંબોધન,કહ્યુ-કાશ્મીરની ધરતી યોગ સાધનાની ભૂમિ

International yoga day 2024 : 21 મી જુનને વિશ્વભરમાં વર્લ્ડ યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે. આજથી બરાબર 9 વર્ષ પહેલા યોગ દિવસની ઉજવણીનો સૌપ્રથમ પ્રસ્તાવ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ આ અંગે પ્રસ્તાવ લાવીને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. આજે દેશ અને દુનિયામાં યોગ દિવસની ઉજવણી થશે.

યોગ દિવસ સતત નવા રેકોર્ડ સર્જાઇ રહ્યા છે : PM મોદી

પીએમ મોદીએ યોગ દિવસને લઇને કહ્યું કે મેં 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના તે પ્રસ્તાવને 177 દેશોએ ટેકો આપ્યો હતો, જે પોતાનામાં એક રેકોર્ડ હતો. ત્યારથી યોગ દિવસ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. 2015માં દિલ્હીમાં ફરજના માર્ગ પર 35 હજાર લોકોએ એકસાથે યોગ કર્યા હતા.

યોગ દિવસ એ 10 વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી : PM મોદી

શ્રીનગરમાં PM નરેન્દ્ર મોદીએ યોગ દિવસના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. યોગથી આપણને જે શક્તિ મળે છે, તે હું શ્રીનગરમાં અનુભવી રહ્યો છું. હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 10 વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે.

પર્યટનમાં યોગ એક નવો ટ્રેન્ડ બની ગયો છેઃ પીએમ મોદી

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર યોગ અને ધ્યાનની ભૂમિ છે. તેનાથી ઉત્પાદકતા અને સહનશક્તિ વધે છે. યોગ દ્વારા નવી તકો ઊભી થઈ છે. યોગ એ માત્ર શિક્ષણ નથી પણ એક વિજ્ઞાન છે. યોગથી એકાગ્રતા વધે છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે. પર્યટનમાં યોગ એક નવો ટ્રેન્ડ બની ગયો છે.

Yoga day 2024 : શ્રીનગરમાં PM મોદીનું સંબોધન

પીએમ મોદીએ કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યુ કે કાશ્મીરની ધરતી યોગ સાધનાની ભૂમિ છે. દુનિયાના ઘણા ભાગોમાં યોગ દિનચર્યાનો ભાગ બની રહ્યો છે. સાઉદીમાં તો યોગ એજ્યુકેશનમાં પણ સામેલ છે. વિશ્વમાં યોગ કરનારની સંખ્યા વધી રહી છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE