વડોદરા: દસ્તાવેજ રજિસ્ટ્રેશનના કર્મચારીઓ પડતર માંગણીઓ મુદ્દે ૨ નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે

વડોદરા: દસ્તાવેજ રજિસ્ટ્રેશનના કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી તા.2 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વકીલો અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ બાદ હવે નોંધણી (રજિસ્ટ્રેશન) વિભાગના કર્મચારીઓ પણ પોતાની લાંબા સમયથી પડતર ૧૩ માંગણીઓના ઉકેલ માટે સરકાર સામે મેદાને પડ્યા છે. ગુજરાત રાજ્ય રજિસ્ટ્રેશન કર્મચારી મહામંડળ દ્વારા આજથી (૧૨ ઓક્ટોબર) તબક્કાવાર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે આગામી દિવસોમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ખોરવાવાની અને સરકારી આવકને મોટો ફટકો પડવાની પૂરી શક્યતા છે.

આંદોલનના મુખ્ય મુદ્દાઓ અને માંગણીઓ:

  • ટેકનિકલ ખામીઓ અને પરિપત્રો: કર્મચારી મંડળે ઓનલાઈન ‘ગરવી’ પોર્ટલની ટેકનિકલ ખામીઓ દૂર કરવા, મિલકતના માલિકી હક (ટાઈટલ) અંગેના અવ્યવહારુ પરિપત્રો રદ કરવા તેમજ આધારકાર્ડ સંદર્ભે બહાર પાડવામાં આવેલા પરિપત્રને પાછો ખેંચવાની માંગ કરી છે.

  • વહીવટી કનડગત સામે વિરોધ: ઓડિટ ફકરાના આધારે કર્મચારીઓને અપાતી કારણદર્શક નોટિસો, ચાર્જશીટની પ્રક્રિયા તેમજ સબ રજિસ્ટ્રાર સામે સીધી પોલીસ ફરિયાદ (FIR) નોંધવાની પ્રક્રિયા સામે કર્મચારીઓમાં ભારે રોષ પ્રગટ થયો છે.

આંદોલનનો કાર્યક્રમ અને હડતાળની ચીમકી:

  • પ્રથમ તબક્કો (૧૨ ઓક્ટોબર): આજે નોંધણી સર નિરીક્ષકને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

  • બીજો તબક્કો (૧૫ ઓક્ટોબર): કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવશે.

  • ત્રીજો તબક્કો (૨૨ ઓક્ટોબર): રાજ્યભરના કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરીને વિરોધ પ્રદર્શિત કરશે.

  • અચોક્કસ મુદતની હડતાળ (૨ નવેમ્બરથી): જો સરકાર દ્વારા સમયસર વાટાઘાટો કરીને પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ નહીં લાવવામાં આવે, તો ૨ નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ હડતાળના કારણે રાજ્યભરમાં મિલકતોના દસ્તાવેજોની નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીની કામગીરી ઠપ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE