પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત આ સેમી-હાઇ-સ્પીડ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર ૦૯૧૦૩ તરીકે થશે. મુસાફરો માટેની નિયમિત સેવા ૪ ઓક્ટોબર, ૨૦૨૬થી ટ્રેન નંબર ૨૬૯૦૩/૨૬૯૦૪ સાથે શરૂ થશે, જે અઠવાડિયામાં ૬ દિવસ દોડશે (દર મંગળવારે મેન્ટેનન્સ માટે બંધ રહેશે).
ટ્રેનનું સમયપત્રક અને મુખ્ય સ્ટોપેજ નીચે મુજબ છે:
-
સમયપત્રક: સુરતથી સવારે ૬:૧૦ વાગ્યે ઉપડી બપોરે ૧:૪૦ વાગ્યે ઉદયપુર પહોંચશે, જ્યારે પરત મુસાફરીમાં ઉદયપુરથી બપોરે ૩:૩૫ વાગ્યે રવાના થઈ રાત્રે ૧૧:૦૦ વાગ્યે સુરત આવશે.
-
અંતર અને સમય: આ ટ્રેન અંદાજે ૬૯૦ કિલોમીટરનું અંતર માત્ર ૭ કલાક અને ૩૦ મિનિટમાં પૂરું કરશે.
-
મુખ્ય સ્ટોપેજ: સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસરવા, હિમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, જાવર અને ઉદયપુર સિટી.
નોંધનીય છે કે અગાઉ ચાલતી ઉદયપુર સિટી-અસરવા (અમદાવાદ) વંદે ભારત ટ્રેનનો જ સુરત સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે, જેનાથી સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ વેપારીઓ તેમજ પ્રવાસીઓને સીધો લાભ મળશે.
Post Views: 13











