સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘમહેર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 જિલ્લામાં વરસાદ

Gujarat Rain: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં રવિવારે (16મી જૂન) સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયામાં છ કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 10 જિલ્લામાં વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે(17મી જૂન) વહેલી સવારથી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના માંડવીમાં 15 મિ.મી., દ્વારકામાં 5 મિ.મી. જ્યારે પોરબંદર અને ભાણવડમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં 10 જિલ્લામાં વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. પોરબંદરમાં વહેલી સવારે ધોધમાર વરસ્યા બાદ દેવભૂમિ દ્વારકામાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 10 જિલ્લામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, વલસાડ, અમરેલી,  સુરત, કચ્છ, જૂનાગઢ,  રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

આ જિલ્લામાં વરસાદની આગાહી

17મી જૂનના રોજ અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 18મી જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

19મી જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE