બેંકેબલ યોજનામાં 7% ઉપરના વ્યાજની સબસીડી નો લાભ મળશે
રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટશાખાના DAY-NULM દ્વારા દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ-રોજગાર બેંકેબલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.2,00,000/- ની મહત્તમ મર્યાદામાં લોન મળશે. તથા આ યોજનાના લાભાર્થીને 7% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ. રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ. જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળી શકશે. લોનમાં 7% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા મળવાં પાત્ર છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષ થી 7 વર્ષ રહેશે. આ યોજાનાનો લાભ લેવા પાસપોર્ટ ફોટોગ્રાફ-2,ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ,પાન કાર્ડ,સ્કુલ લીવીંગ/ જન્મનો દાખલો, મકાન વેરાબિલ ડ્રાઈવિંગ લાયસન્સ (વાહન લોન માટે),લાઈટબિલ ,ભાડે રહેતા હોયતો ભાડા ચિઠ્ઠી/ સહમતી પત્રક,ક્વોટેશન ઓરિજિનલ, બેંક ખાતાની પાસ બુકની નકલ સહિતના ડોક્યુમેન્ટ આપવા ના રહેશે.આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓ એ કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડો.આંબેડકર ભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk