મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર SMCનો દરોડો, PVC પાઇપની આડમાં ₹27.98 લાખનો દારૂ ઝડપાયો

ભરૂચ રૂરલ પોલીસની હદમાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર SMCએ મોટી કાર્યવાહી કરી છે. કારેલા ગામની સીમમાંથી ટ્રાન્સપોર્ટના PVC પાઇપની આડમાં ગોવાથી વડોદરા લઈ જવાતો ₹27.98 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે કન્ટેનર ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી છે.

PVC પાઇપ નીચે છુપાવ્યો હતો દારૂ

બાતમીના આધારે SMCની ટીમે હાઈવે પર વોચ ગોઠવી અશોક લેલન્ડ કન્ટેનરને અટકાવ્યું હતું. ડ્રાઈવરે ગોવાથી ફીનોલેક્ષ કંપનીના પાઇપ ભરેલા હોવાનું બિલ્ટી બતાવી હતી. તપાસ દરમિયાન ઉપર PVC પાઇપના બંડલો જોવા મળ્યા, પરંતુ તેની નીચે ખાખી પૂઠાના બોક્સ છુપાવેલા મળી આવ્યા.

બોક્સ ખોલતાં અલગ-અલગ બ્રાન્ડની 7,392 બાટલો, કુલ 240 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

₹30 હજારની લાલચ આપી દારૂ ભરાવ્યો

પકડાયેલા ડ્રાઈવર ગુલફાન ઉર્ફે સુલતાન મિર્ઝા હમીદખાન પઠાણની પૂછપરછમાં ખુલ્યું કે ગોવાના પ્રમોદ યાદવે તેને ₹30 હજાર આપવાની લાલચ આપી હતી. વર્ના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પાઇપની નીચે દારૂના બોક્સ ભરાવી વડોદરા પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું.

આ મામલે SMCના ASI નિલેષભાઈ અશોકભાઈએ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દારૂ મોકલનાર પ્રમોદ યાદવ સહિત કુલ 6 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE