બિનજરૂરી સોનું ન ખરીદો, વિદેશયાત્રા ટાળો: 7.8% ગ્રોથ રેટ બાદ PM મોદીની અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ રિલ દ્વારા દેશવાસીઓને 7.8% નો ગ્રોથ રેટ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વૈશ્વિક સંકટો અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ભારતની ઝડપી પ્રગતિ બદલ તેમણે નાગરિકોના પુરુષાર્થની પ્રશંસા કરી હતી.
આત્મનિર્ભર ભારત માટે PM મોદીની મુખ્ય અપીલો
-
બિનજરૂરી ખર્ચ ટાળવો: નાગરિકોને જરૂર ન હોય તો બિનજરૂરી સોનું ન ખરીદવા ખાસ અનુરોધ કર્યો.
-
વિદેશ યાત્રા અને ડેસ્ટિનેશન વેડિંગ: બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને શક્ય હોય ત્યાં સુધી વિદેશમાં લગ્ન (ડેસ્ટિનેશન વેડિંગ) કરવાનું ટાળવા અપીલ કરી.
-
વોકલ ફોર લોકલ: દેશની આર્થિક તાકાત વધારવા માટે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને મજબૂત કરવા આગ્રહ કર્યો.
વિરોધ પક્ષ પર પ્રહાર અને ભવિષ્યનું લક્ષ્ય
-
નકારાત્મકતા સામે જવાબ: વૈશ્વિક પડકારો વચ્ચે વિપક્ષ નિરાશા અને જુઠ્ઠાણું ફેલાવી રહ્યો હોવાનો આક્ષેપ કરતાં પીએમે જણાવ્યું કે દેશ આ તમામ નકારાત્મકતાઓને પાર કરીને આગળ વધી રહ્યો છે.
-
વિકસિત ભારત 2047: સાચી નીતિ અને સાફ નીયત સાથે 140 કરોડ દેશવાસીઓની શક્તિથી આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર યુવા પેઢીને સંપૂર્ણ ‘વિકસિત ભારત’ સોંપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.











