અમદાવાદના ગોમતીપુરમાં આવેલા એક મોબાઇલ સ્ટોરમાંથી જૂના વપરાયેલા આઇફોન અને સેમસંગના ફોનને નવા બોક્સમાં પેક કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. છેતરાયેલા યુવકે આ મામલે ગ્રાહક સુરક્ષા (કન્ઝ્યુમર ફોરમ)માં ફરિયાદ નોંધાવી છે.
કૌભાંડની મુખ્ય વિગતો
-
મોડસ ઓપરેન્ડી: દુકાનદાર દુબઇથી સસ્તા ભાવે જૂના (યુઝ્ડ) આઇફોન અને સેમસંગના પ્રીમિયમ ફોન મગાવતો હતો. ત્યારબાદ અસલી જેવા જ દેખાતા બોક્સમાં ફોન મૂકી હીટ મારીને તેને પ્લાસ્ટિકથી ‘સીલ પેક’ કરી દેતો હતો.
-
ગ્રાહક સાથે છેતરપિંડી: બજાર ભાવ કરતાં ઓછી કિંમતે અને ‘ઇન્ટરનેશનલ સીલ પેક’ નવા ફોનના નામે આ જૂના મોબાઇલ ગ્રાહકોને ઊંચી કિંમતે પધરાવી દેવાતા હતા.
યુવકે કરી ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ
-
ઘટના: એક યુવકે નવા ફોનની ખાતરી મળતાં સ્ટોરમાંથી આઇફોન ખરીદ્યો હતો. બોક્સ ખોલીને તપાસ કરાવતાં ફોન જૂનો હોવાનું બહાર આવ્યું હતું.
-
ધમકી અને ફરિયાદ: યુવકે રજૂઆત કરતાં દુકાનદારે તેને ધમકી આપી હતી. આથી યુવકે ફોનના પેકિંગના વીડિયો અને અન્ય પુરાવાઓ સાથે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Post Views: 0










