શિક્ષકોનો મોરચો: TET ફરજિયાત કરાતાં દેશવ્યાપી વિરોધ, 5 સપ્ટેમ્બરે શિક્ષક દિને કાળી પટ્ટી બાંધી નોંધાવશે વિરોધ

વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા પ્રાથમિક શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ TET (ટીચર્સ એબિલિટી ટેસ્ટ) ફરજિયાત કરવાના નિર્ણય અને જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવાની માંગ સાથે ભારતીય શિક્ષક સંઘ તથા ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.

આંદોલનાત્મક કાર્યક્રમોની રેખાંકન

  • 5 સપ્ટેમ્બર (શિક્ષક દિન): તમામ પ્રાથમિક શિક્ષકો કાળી પટ્ટી (બ્લેક બેઝ) ધારણ કરીને જ શૈક્ષણિક કામગીરી કરશે અને વિરોધ દર્શાવશે.

  • 6 થી 9 ઓક્ટોબર: નવી દિલ્હીના જંતર મંતર ખાતે રાષ્ટ્રવ્યાપી ઝોનલ ધરણાં. જેમાં 7 ઓક્ટોબરે ગુજરાતના શિક્ષકો મોટી સંખ્યામાં ભાગ લેશે.

  • સંસદનું શિયાળુ સત્ર: શિયાળુ સત્ર દરમિયાન દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાનું મોટું શક્તિ પ્રદર્શન અને ધરણાં આયોજિત કરાશે, જેની તારીખો સત્ર જાહેર થયા બાદ નક્કી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

ઘાંટવડની શૈક્ષણિક સિદ્ધિમાં વધુ એક ગૌરવનો ઉમેરો પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય મહેશભાઈ વાઢેરની જિલ્લા કક્ષાના બેસ્ટ આચાર્ય એવોર્ડ-2026 માટે પસંદગી નિષ્ઠા, કાર્યદક્ષતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની કામગીરીને મળ્યું સન્માન