મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના મોરબી આગમન નિમિત્તે મોલાએરાજા સાહેબની દરગાહે ખાસ દુઆ

મહમદશા શાહમદાર દ્વારા | મોરબી

મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના મોરબી પધારવાના મુબારક અવસરને લઈને દાઉદી વ્હોરા સમાજમાં ખુશી અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે

આ મુબારક પ્રસંગે મોરબીના દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકોએ એકસાથે નાની બજારમાં આવેલી સૈફી મસ્જિદ ખાતેથી શ્રદ્ધાભેર પદયાત્રા યોજી હતી. મોટી સંખ્યામાં સમાજજનો અકીદત અને ઈમાન સાથે પદયાત્રામાં જોડાયા હતા અને મોલાએરાજા સાહેબની દરગાહે પહોંચ્યા હતા.

દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ અકીદતમંદો દ્વારા મૌલા સાહેબ મોરબી પધારે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. સાથે જ મોરબી શહેર તેમજ સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં અમન, સલામતી, ખુશહાલી, બરકત અને ભાઈચારાની પ્રાર્થના કરવામાં આવી હતી.

મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના મોરબી આગમનના મુબારક અવસરને લઈને સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક ભાવના જોવા મળી હતી. સમાજના ભાઈ-બહેનોએ એકતાના ભાવ સાથે પદયાત્રામાં જોડાઈ અકીદત અને મહોબ્બતનો સુંદર સંદેશ આપ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરગાહ શરીફ ખાતે ઈબાદત, દુઆ અને અકીદતનો માહોલ છવાયેલો રહ્યો હતો. સમાજજનો દ્વારા મૌલા સાહેબના મુબારક આગમન નિમિત્તે મોરબી શહેર તથા સમાજની સલામતી, શાંતિ અને સુખાકારી માટે ખાસ દુઆ કરવામાં આવી હતી.3

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE