વાંકાનેર ચોકડી પાસે રાજકોટ શહેર SOGની કાર્યવાહી
રાજકોટ શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર SOGએ કુવાડવા રોડ પર વાંકાનેર ચોકડી નજીક મેફેડ્રોન (MD) માદક પદાર્થ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, SOGની ટીમે બાતમીના આધારે વાંકાનેર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક ઈસમને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી મેફેડ્રોન માદક પદાર્થ મળી આવ્યો હતો.
પોલીસે મેફેડ્રોનનો જથ્થો કબજે કરી આરોપીની અટકાયત કરી છે. આરોપી આ માદક પદાર્થ ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં ડ્રગ્સના નેટવર્ક સામે SOGની આ કાર્યવાહીથી ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.











