ઘાંટાવડ ખાતે 16 ઓગસ્ટે રવિવારે યોજાશે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ — યુવાનો, વડીલો અને આગેવાનોને મોટી સંખ્યામાં જોડાવા હાકલ
કરબલાની પવિત્ર ધરતી પર શહીદ થયેલા હઝરત ઇમામ હુસૈન (ર.અ.) સહિત શહીદે કરબલાવાળાઓની અમર શહાદતને યાદ કરી તેમની યાદમાં માનવસેવાનું અનોખું કાર્ય કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે આ અંતર્ગત શહીદી યંગ કમિટી, ઘાંટવડ દ્વારા માનવ સેવા બ્લડ ગ્રુપ, ગીર સોમનાથના સહયોગથી અને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત, ઘાંટવડના સહકારથી ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ–2026 નું આયોજન કરવામાં આવ્યું છે આ મેગા રક્તદાન કેમ્પ રવિવાર, તા. 16 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 9:00 કલાકથી બપોરે 3:00 કલાક સુધી હુસેની જમાતખાના, ઘાંટવડ ખાતે યોજાશે કરબલાની શહાદત આપણને માનવતા, સેવા, ત્યાગ અને જરૂરિયાતમંદની મદદનો સંદેશ આપે છે. આ જ સંદેશને જીવનમાં ઉતારીને યોજાનાર આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર થનાર દરેક રક્તબિંદુ કોઈ જરૂરિયાતમંદ દર્દીના જીવન માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે એક બોટલ રક્ત… કોઈના પરિવારની ખુશી બચાવી શકે છે! થોડો સમય… કોઈને આખું જીવન આપી શકે છે!
તેથી ગીર સોમનાથ જિલ્લા અને કોડીનાર તાલુકાના યુવાનો, વડીલો, સામાજિક કાર્યકરો, સેવાભાવી નાગરિકો તેમજ તમામ રાજકીય અને સામાજિક આગેવાનોને આ માનવતાના મહાઅભિયાનમાં જોડાઈને રક્તદાન કરવા શહીદી યંગ કમિટી, ઘાંટવડ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા શહીદી યંગ કમિટીના કાર્યકરો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં વધુ રક્તદાતાઓ કેમ્પમાં પહોંચે અને રક્તદાન કરીને માનવજીવન બચાવવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બને તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે શહીદે કરબલાની યાદમાં માત્ર અકીદત નહીં…માનવસેવાના કાર્યથી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ! ગીર સોમનાથ જિલ્લાના અને કોડીનાર તાલુકાના તમામ રક્તદાતાઓ, યુવાનો, વડીલો તથા સામાજિક-રાજકીય આગેવાનો વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ મેગા રક્તદાન કેમ્પને ઐતિહાસિક સફળતા અપાવે











