સાયબર ક્રાઈમનો સકંજોઃ બેંક એકાઉન્ટ ભાડે આપી લાખો કરોડોના વ્યવહારો કરનાર કુલ ૪ આરોપી ઝડપાયા

ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મ્યુલ હન્ટ સંદર્ભે મળેલી ફરીયાદમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપનાર વિરૂધ્ધમાં બે ગુન્હાઓ દાખલ કરેલ જેમાં આરોપીએ પોતાના બેંકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની ફરીયાદમાં રૂપિયા ૩,૩૬,૭૫૦ મેળવી લઈ આ રકમ સગેવગે કરેલ હોય આ ઉપરાંત સદર બેંક એકાઉન્ટમાંથી ગત તારીખ એક ડીસેમ્બર બે હજાર ચોવીસથી ચાર માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન રૂપિયા ૧૧,પર,૭૨, ૧૯૬ જમા થયેલ હતા અને તેમાંથી ૧૧,૪૩,૬૭,૬ર૮ વિડ્રો કરેલ હોય જે નાણાકીય વ્યવહારોની તપાસ ચાલુ છે આ ગુન્હામાં સિધ્ધાંત સંજયભાઈ રાઠોડ નામના આરોપીને ઝડપી લીધો હતો આ ઉપરાંત અન્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં મહિપત દિનેશભાઈ બારૈયા, મહેશ દિનેશભાઈ ડાભી અને રાહુલ ગણેશભાઈ મકવાણા સહિત અલગ અલગ બે ફરીયાદમાં કુલ ચાર આરોપીને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE