સુરત: ઇચ્છાપોરની હોટેલમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો સપાટો, મહિલા સહિત 29 સામે કાર્યવાહી; ₹24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરત શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસ પ્રશાસન સતત સક્રિય છે. જેના ભાગરૂપે ઇચ્છાપોર વિસ્તારમાં આવેલી ‘હોટેલ સન સિટી’માં પોલીસે બાતમીના આધારે મોટો દરોડો પાડીને હાર-જીતનો જુગાર રમતા મોટો રકમ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા છે.

હોટેલના રૂમમાં ચાલતું હતું હાર-જીતનું જુગારધામ

  • બાતમીના આધારે કાર્યવાહી: ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારની હોટેલ સન સિટીના રૂમ નંબર 411માં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે રાત્રિના સમયે ટ્રેપ ગોઠવી દરોડો પાડ્યો હતો.

  • 29 જુગારીઓ ઝબ્બે: પોલીસે સ્થળ પરથી હોટેલ માલિક સહિત 1 મહિલા અને 28 પુરુષો મળીને કુલ 29 ઇસમોને પકડી પાડ્યા છે અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

₹24.13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ સહિત મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • રોકડ રકમ: ₹3,20,780 રોકડા

  • મોબાઈલ: ₹4,23,000 ની કિંમતના 30 નંગ મોબાઈલ ફોન

  • વાહનો: 2 કાર, 1 ઓટો રિક્ષા અને 11 મોટરસાઇકલ

  • અન્ય સામગ્રી: 12 નંગ ગંજીપાના કેટ અને આંકડા લખેલું પેજ

સુરત એમ ડિવિઝન ઇન્ચાર્જ એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, શહેરમાં આવી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સામે પોલીસની સખત કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE