ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે સતત મજબૂત સ્થિતિમાં આગળ વધી રહી છે. સંસદમાં રજૂ કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતની નોમિનલ જીડીપી (GDP) $3.92 ટ્રિલિયન નોંધાઈ છે, જેના આધારે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે.₹
રાજ્યસભામાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના એપ્રિલ 2026 ના ‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક’ રિપોર્ટ મુજબ ભારતે આ સિદ્ધિ મેળવી છે.
-
એક્સચેન્જ રેટની અસર: IMF ની આ રેન્કિંગ વર્તમાન યુએસ ડોલરના દર પર આધારિત હોય છે, જેના કારણે વિકાસ દર, ચલણના મૂલ્ય અને અન્ય દેશોની આર્થિક સ્થિતિ મુજબ ક્રમમાં ફેરફાર શક્ય બને છે.
અર્થવ્યવસ્થાને ગતિ આપવાની સરકારી રણનીતિ
સરકારે દેશની આર્થિક ક્ષમતાને વધુ ઊંચાઈએ લઈ જવા માટે બહુઆયામી વ્યૂહરચના અમલી બનાવી છે:
-
મેન્યુફેક્ચરિંગ અને કૃષિ: કૃષિ ઉત્પાદકતા વધારવા સાથે ‘પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ’ અને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરમાં છૂટછાટ આપીને ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
-
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ: ‘PM ગતિ શક્તિ’ અને ‘નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી’ દ્વારા દેશમાં લોજિસ્ટિક્સ નેટવર્કને બહેતર બનાવવામાં આવી રહ્યું છે.
-
રોકાણ અને કર સુધારા: FDI નીતિનું ઉદારીકરણ, ડાયરેક્ટ ટેક્સ તથા GST રિફોર્મ્સ થકી વેપારમાં સરળતા (‘Ease of Doing Business’) વધારવાના પ્રયાસો ચાલુ છે.
બેન્કિંગ ક્ષેત્રે સુધાર: NPA અને ફ્રોડમાં મોટો ઘટાડો
અર્થતંત્ર માટે રાહતના સમાચાર આપતાં જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ના ગ્રોસ NPA માં મોટો ઘટાડો નોંધાયો છે:
-
NPA આંકડા: 31 માર્ચ 2024 ના રોજ ગ્રોસ NPA ₹3,39,541 કરોડ (3.47%) હતા, જે 31 માર્ચ 2026 સુધીમાં ઘટીને ₹2,45,634 કરોડ (1.93%) થઈ ગયા છે.
-
બેંક ફ્રોડ કંટ્રોલ: બેંક ફ્રોડના કેસો 2023-24 ના 54,850 થી ઘટીને 2025-26 માં માત્ર 5,786 નોંધાયા છે.
બેંકોમાં ₹86,000 કરોડથી વધુનું અનક્લેઇમ્ડ ફંડ
RBI ના ડેટા મુજબ, 30 જૂન 2026 સુધીમાં ‘ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ’ (DEA) ફંડમાં ₹86,917.08 કરોડ ની રકમ એવી પડી છે જેના પર કોઈ દાવેદાર નથી. જ્યારે કોઈ યોગ્ય દાવેદાર રજૂ થાય છે ત્યારે બેંક દ્વારા ચૂકવેલી રકમનું રિઇમ્બર્સમેન્ટ DEA ફંડમાંથી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં બેંકોને ₹17,414.68 કરોડ ચૂકવવામાં આવ્યા છે.











