IPL 2027 ટ્રેડ ધમાકો: હાર્દિક પંડ્યાને મેળવવા 5 ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે જંગ, જાણીતા ખેલાડીઓની અદલાબદલીના સંકેત

PL 2027 પહેલાં ભારતીય ઓલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવાની અટકળોએ જોર પકડ્યું છે. અગાઉ માત્ર ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ આ રેસમાં હોવાના અહેવાલો હતા, પરંતુ હવે દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ સહિત 5 મુખ્ય ટીમો હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા ઉત્સુક છે.

કઈ ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીનો ભોગ આપવા તૈયાર?

  • દિલ્હી કેપિટલ્સ: દિલ્હી તેમના ઓલરાઉન્ડર અને નેતા અક્ષર પટેલને મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટ્રેડ કરવા વિચાર કરી શકે છે. મુંબઈના નબળા સ્પિન એટેકને મજબૂત કરવા અક્ષર પટેલ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

  • લખનઉ સુપર જાયન્ટ્સ: LSG પાસે વિદેશી ઓલરાઉન્ડર હોવા છતાં, તેઓ હાર્દિકને મેળવવા માટે તેમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન નિકોલસ પૂરનને મુંબઈ મોકલવા તૈયાર થઈ શકે છે.

  • રાજસ્થાન રોયલ્સ: અહેવાલો મુજબ, રાજસ્થાન રોયલ્સ હાર્દિક પંડ્યાના આગમન માટે તેમના વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલને રિલીઝ કરવાનો મોટો નિર્ણય લઈ શકે છે.

  • કોલકાતા નાઇટ રાઇડર્સ: KKR ઓલરાઉન્ડર કેમરોન ગ્રીન પર વિચાર કરી રહ્યું છે, પરંતુ એશિઝ સિરીઝને કારણે તેની ઉપલબ્ધતા અનિશ્ચિત હોવાથી મુંબઈ માટે આ સોદો થોડો મુશ્કેલ બની શકે છે.

  • ચેન્નઈ સુપર કિંગ્સ: CSKના CEO કાશી વિશ્વનાથને સ્પષ્ટ કર્યું છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા સ્ટીફન ફ્લેમિંગના સ્થાન પર નવા હેડ કોચની નિમણૂક કરવાની છે. ત્યાર બાદ જ હાર્દિકના ટ્રેડ અંગે શિવમ દુબે કે અન્ય ખેલાડીઓના પેકેજ પર આગળ વિચાર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE