PL 2027 પહેલાં ભારતીય ઓલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવાની અટકળોએ જોર પકડ્યું છે. અગાઉ માત્ર ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ આ રેસમાં હોવાના અહેવાલો હતા, પરંતુ હવે દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ સહિત 5 મુખ્ય ટીમો હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા ઉત્સુક છે.
કઈ ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીનો ભોગ આપવા તૈયાર?
-
દિલ્હી કેપિટલ્સ: દિલ્હી તેમના ઓલરાઉન્ડર અને નેતા અક્ષર પટેલને મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટ્રેડ કરવા વિચાર કરી શકે છે. મુંબઈના નબળા સ્પિન એટેકને મજબૂત કરવા અક્ષર પટેલ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
-
લખનઉ સુપર જાયન્ટ્સ: LSG પાસે વિદેશી ઓલરાઉન્ડર હોવા છતાં, તેઓ હાર્દિકને મેળવવા માટે તેમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન નિકોલસ પૂરનને મુંબઈ મોકલવા તૈયાર થઈ શકે છે.
-
રાજસ્થાન રોયલ્સ: અહેવાલો મુજબ, રાજસ્થાન રોયલ્સ હાર્દિક પંડ્યાના આગમન માટે તેમના વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલને રિલીઝ કરવાનો મોટો નિર્ણય લઈ શકે છે.
-
કોલકાતા નાઇટ રાઇડર્સ: KKR ઓલરાઉન્ડર કેમરોન ગ્રીન પર વિચાર કરી રહ્યું છે, પરંતુ એશિઝ સિરીઝને કારણે તેની ઉપલબ્ધતા અનિશ્ચિત હોવાથી મુંબઈ માટે આ સોદો થોડો મુશ્કેલ બની શકે છે.
-
ચેન્નઈ સુપર કિંગ્સ: CSKના CEO કાશી વિશ્વનાથને સ્પષ્ટ કર્યું છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા સ્ટીફન ફ્લેમિંગના સ્થાન પર નવા હેડ કોચની નિમણૂક કરવાની છે. ત્યાર બાદ જ હાર્દિકના ટ્રેડ અંગે શિવમ દુબે કે અન્ય ખેલાડીઓના પેકેજ પર આગળ વિચાર કરાશે.











