ભારતીય શેરબજારમાં મંગળવારે ફરી એકવાર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન જોવા મળેલા ભારે ઉતાર-ચઢાવ બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા હતા. રિયલ્ટી, મેટલ અને FMCG શેરોમાં આવેલી મંદીને કારણે બજાર પર દબાણ વધ્યું હતું, જ્યારે ફાર્મા અને IT ક્ષેત્રના શેરોમાં થયેલી ખરીદીએ બજારને વધુ તૂટતું અટકાવ્યું હતું.
બજારની આંકડાકીય સ્થિતિ
-
સેન્સેક્સ: 388.19 પોઈન્ટ (0.49%) ના ઘટાડા સાથે 78,154.25 ની સપાટીએ બંધ.
-
નિફ્ટી: 112.10 પોઈન્ટ (0.46%) ના ઘટાડા સાથે 24,471.70 ના સ્તર પર બંધ.
-
માર્કેટ બ્રેડ્થ: બજારમાં આશરે 2,152 શેરો ઘટાડા સાથે બંધ રહ્યા હતા, જ્યારે 1,977 શેરોમાં તેજી અને 187 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો.
સૌથી વધુ નુકસાન અને લાભ ધરાવતા શેરો
-
ટોપ લૂઝર્સ: નિફ્ટી 50માં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (2.85%), મેક્સ હેલ્થકેર (2.77%), અલ્ટ્રાટેક સિમેન્ટ (2.23%), નેસ્લે અને ગ્રા સિમ (આશરે 2.09%) સૌથી વધુ તૂટ્યા હતા.
-
ટોપ ગેનર્સ: ડૉક્ટર રેડ્ડીઝ લેબ્સ 4.06% ના ઉછાળા સાથે મોટો ગેનર રહ્યો હતો. આ સિવાય ઈટરનલ (2.03%), TCS (0.68%), ટાઇટન (0.55%) અને ઈન્ફોસિસ (0.40%) માં સુધાર જોવા મળ્યો હતો.
સેક્ટોરલ પ્રદર્શન અને સ્મોલ-મિડકેપ સ્થિતિ
-
સેક્ટર અપડેટ: નિફ્ટી ફાર્મામાં આશરે 1% અને નિફ્ટી ITમાં 0.6% નો વધારો થયો હતો. બીજી તરફ રિયલ એસ્ટેટ, FMCG અને મેટલ ઇન્ડેક્સમાં આશરે 1% નો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય ઇન્ફ્રા, પ્રાઇવેટ બેંક, ઓટો અને બેન્કિંગ સેક્ટર પણ લાલ નિશાનમાં બંધ રહ્યા હતા.
-
મિડકેપ અને સ્મોલકેપ: નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ કોઈપણ બદલાવ વગર સપાટ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.2% નો મામૂલી સુધાર જોવા મળ્યો હતો.











