DNH-DD પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીનો ઘડાકો 24 પોલીસ કર્મીઓની આંતર-જિલ્લા બદલી, દમણ ક્રાઇમ બ્રાન્ચમાં 4 કર્મીઓની નવી પોસ્ટિંગ

દાદરા-નગર હવેલી અને દમણ-દીવ પોલીસ વિભાગમાં મોટા પાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડની મંજૂરી બાદ પોલીસ વિભાગ દ્વારા કુલ 24 પોલીસ કર્મીઓની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ બદલીઓ DNH, દમણ અને દીવ જિલ્લાઓ વચ્ચે કરવામાં આવી છે અને તમામ બદલીનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.

પોલીસ હેડક્વાર્ટર, નાની દમણ સ્થિત Office of the Senior Superintendent of Police (HQ) દ્વારા 7 ઓગસ્ટ, 2026ના રોજ ઓર્ડર નં. SSP(HQ)/DNH&DD/ORDER/2026/198 હેઠળ આ બદલી આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

આ બદલીમાં દીવ જિલ્લામાં ફરજ બજાવતા નયન બાગોણે અને ચંદ્રેશ રામા સોલંકીને દમણ જિલ્લામાં મુકવામાં આવ્યા છે. DNH જિલ્લામાંથી નીલેશ જી. ગોહિલ, અમરેશ પી. પાંડે સહિતના કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે. બીજી તરફ દમણ જિલ્લામાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓને DNH અને દીવ જિલ્લામાં મોકલવામાં આવ્યા છે.

દમણ ક્રાઇમ બ્રાન્ચમાં ચાર કર્મીઓની નવી પોસ્ટિંગ

આ બદલી આદેશમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ચાર કર્મીઓની નવી પોસ્ટિંગ કરવામાં આવી છે. જેમાં ગિરીશ અહીર, રિકી પટેલ, વિશાલ આર. પાંડે અને ધીરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત DNH અને દમણ વચ્ચે પણ અનેક કર્મીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે કેટલાક કર્મચારીઓને દીવ જિલ્લામાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.

24 કર્મીઓની બદલી

બદલી પામેલા કર્મચારીઓમાં પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ (SG) તથા અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. આ બદલીઓ દ્વારા પોલીસ વિભાગમાં માનવબળની તૈનાતી અને વહીવટી વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ આ સમગ્ર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઓર્ડર મુજબ સંબંધિત કર્મચારીઓએ નવી જગ્યાએ તાત્કાલિક અસરથી ફરજ સંભાળવાની રહેશે.

DNH-DD પોલીસ વિભાગમાં એકસાથે 24 કર્મીઓની બદલી અને દમણ ક્રાઇમ બ્રાન્ચમાં ચાર કર્મીઓની નવી પોસ્ટિંગને લઈને પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE