Facebook Data Leak: આ પર્સનલ ડિટેલ્સ થઈ ચોરી!

Facebook Data Leak: જો તમારું પણ ફેસબુક પર એકાઉન્ટ છે તો આજના સમાચાર ખાસ તમારા માટે છે. ફરી એકવાર ફેસબુક ડેટામાં ભંગના સમાચાર સામે આવ્યા છે, જેનાથી લાખો યુઝર્સની સુરક્ષા અને પ્રાઇવસી પર ખતરો તોળાઇ રહ્યો છે. આવો જાણીએ કઈ-કઈ વિગતો લીક થઈ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાખો યુઝર્સની સુરક્ષા ખતરામાં છે, હાલમાં જ સાયબર સિક્યોરિટી રિસર્ચર્સે ડેટા બ્રીચ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે 1 લાખ યુઝર્સનો ડેટા લીક થયો છે. આ પહેલીવાર નથી જ્યારે ફેસબુક ડેટા લીકના સમાચાર સામે આવ્યા હોય, આ પહેલા પણ અનેક વખત આવા સમાચાર સામે આવી ચૂક્યા છે.

Facebook Data Leakનવી દિલ્હી સ્થિત એક બિનનફાકારક સંસ્થા સાયબરપીસની ટીમે આ વાતની જાણકારી મેળવી લીધી છે. સાયબરપીસના જણાવ્યા અનુસાર લીક થયેલા ડેટામાં ફેસબુક યુઝર્સની કેટલીક મહત્વની માહિતી લીક થઈ છે, જેમાં તેમનું પૂરું નામ, ઈમેઈલ, પ્રોફાઈલ ડિટેલ્સ, યુઝર્સનું લોકેશન અને તેમનો ફોન નંબર સામેલ છે. ડેટા લીક થવાની સાથે સાથે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે યૂઝર્સનો ડેટા લીક થયો છે તેમના પર ફિશિંગ દ્વારા હુમલો કરવામાં આવી શકે છે.

ફેસબુક ડેટાનો ભંગ કોણે કર્યો છે, તે હાલ જાણી શકાયું નથી. સાયબરપીસનું કહેવું છે કે હાલ આ મામલે ફેસબુક કે ફેસબુકની પેરેન્ટ કંપની મેટા તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

સાયબરપીસ કંપનીનું કહેવું છે કે ડેટા લીક થવા પાછળ હેકટિવિસ્ટ, સાઇબર ક્રિમિનલ ગ્રુપ કે કોઇ બદઇરાદાપૂર્ણ એન્ટિટી પાછળ કોનો હાથ છે તે જાણવા માટે ડેટા બ્રીચની તપાસ કરવામાં આવી રહી છે? રિસર્ચરોનું કહેવું છે કે જે રીતે ફેસબુક ડેટા લીક થઇ રહ્યો છે, તે ચિંતાનો વિષય છે. ડેટા સુરક્ષાના ભંગથી કંપનીની છબીને અસર થઈ રહી છે.

ફેસબુક પ્રાઈવસીને કેવી રીતે મજબૂત કરવી?

તમે તમારા ફેસબુક એકાઉન્ટની પ્રાઇવસીને મજબૂત કરવા માટે સેટિંગ્સમાં મળેલા બે-સ્ટેપ વેરિફિકેશન વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમારી પ્રોફાઇલમાં સેટિંગ્સ અપડેટ કરો અને જોઈ શકો છો કે તમારી પ્રોફાઇલ, પોસ્ટ કોણ જોઈ શકે છે અને કોણ તમને પોસ્ટમાં ટેગ કરી શકે છે.

તમારા ફેસબુક એકાઉન્ટ માટે એક મજબૂત પાસવર્ડ બનાવો જેમાં અક્ષરો, નંબરો અને પ્રતીકો વગેરે શામેલ છે. ઉપરાંત, ફેસબુક પર તમારી ગોપનીયતા સેટિંગ્સ તપાસો અને તે મુજબ સેટિંગ્સને અપડેટ કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE