વડોદરામાં ગાંજા હેરાફેરીનો પર્દાફાશ: બે મહિલા સહિત ત્રણ આરોપી ઝડપાયા

સયાજીગંજ પોલીસનો રેલવે સ્ટેશન નજીક દરોડો; 747 ગ્રામ ગાંજો જપ્ત, સુરત કનેક્શનની તપાસ તેજ

વડોદરા: શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે સયાજીગંજ પોલીસે સફળ કાર્યવાહી કરતાં 747 ગ્રામ ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. રેલવે સ્ટેશન નજીકના પાર્કિંગ વિસ્તારમાંથી પોલીસે આશરે રૂ. 23 હજારની કિંમતનો ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો સુરતથી વડોદરા લાવવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે સપ્લાય ચેઇન અને તેમાં સંકળાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

ત્રણેય આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા ટેકનિકલ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE