ટીંબડી ગામે એલસીબીનો દરોડો: વાડીમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો જપ્ત

154 બોટલ સાથે એક આરોપીની ધરપકડ; કચ્છ સુધી પહોંચ્યા દારૂ સપ્લાય નેટવર્કના તાર

જામનગર: જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ જોડિયા તાલુકાના ટીંબડી ગામે ગેરકાયદેસર દારૂના ધંધા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે વાડીમાં દરોડો પાડી પોલીસે 154 બોટલ વિદેશી દારૂ અને બિયરના ટીન જપ્ત કર્યા હતા. કાર્યવાહી દરમિયાન એક આરોપીને ઝડપી લઈ કુલ રૂ. 42 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીની ઓળખ અશોકસિંહ ટેમુભા જાડેજા તરીકે થઈ છે. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ પૂછપરછમાં દારૂનો જથ્થો કચ્છના રામદેવસિંહ જાડેજા પાસેથી લાવવામાં આવ્યો હોવાનું ખુલતાં સપ્લાયર સુધી પહોંચવા પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. દારૂ સપ્લાયના સમગ્ર નેટવર્કની કડીઓ મેળવવા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.

આ કાર્યવાહી LCB PI વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી. ભાટિયા અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE