ભાવનગરના વેપારીની બદનક્ષી અને ધમકીની ફરિયાદ બાદ પૂણા પોલીસની કાર્યવાહી; ધરપકડ બાદ પણ આક્રમક નિવેદન ચર્ચામાં
સુરેન્દ્રનગર: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની પૂણા પોલીસે સુરેન્દ્રનગરમાંથી ધરપકડ કરી છે. ભાવનગરના એક વેપારીએ બદનક્ષી, ધમકી અને અન્ય ગંભીર આક્ષેપો સાથે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
પૂણા પોલીસની ટીમે સ્થાનિક પોલીસના સહયોગથી કીર્તિ પટેલને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે અને સંબંધિત પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
ધરપકડ બાદ પણ કીર્તિ પટેલના નિવેદને ચર્ચા જગાવી છે. મીડિયા સમક્ષ તેણે “મારા પર કેસ કરનારને હું નહીં છોડું” એવી પ્રતિક્રિયા આપી હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર મામલાની તમામ કાનૂની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Post Views: 0











