રાજકોટ: રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર કોરાટ ચોક નજીક કાર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં બંને વાહનચાલકો ઇજાગ્રસ્ત થયા છે.
ટક્કર એટલી જોરદાર હતી કે કાર અને રિક્ષા બંનેને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
જાણ થતાં તાત્કાલિક 108 અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Post Views: 0










