April 5, 2025 2:22 am

140 કરોડ ભારતીયોની સેવા કરવા તૈયારઃ શપથ બાદ પીએમ મોદી

ભાજપના નેતૃત્વવાળા એનડીએને 293 સીટો પર જીત મળી છે. વડાપ્રધાન મોદીએ આને ચૂંટણી પહેલાના કોઈપણ ગઠબંધનની સૌથી મોટી સફળતા ગણાવી છે. ચૂંટણીના પડકારો હોવા છતાં, આગામી વર્ષોમાં ભારતીય રાજકારણ નરેન્દ્ર મોદીની આસપાસ ફરતું રહેવાનું છે. જો કે આ દરમિયાન તેમને ગઠબંધનની રાજનીતિના અલગ અલગ પાસાઓનો સામનો કરવો પડશે.

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સાથે જ તેઓ આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ બિનકોંગ્રેસી નેતા અને જવાહરલાલ નહેરુ પછી આવા બીજા નેતા બની ગયા છે. બહુ ઓછા લોકોએ વિચાર્યું હશે કે ભાજપના નેતા આ સિદ્ધિ હાંસલ કરી શકશે.

શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે આજે સાંજે એક સમારોહમાં તેમણે વડાપ્રધાન પદના શપથ લીધા. હું 140 કરોડ ભારતીયોની સેવા કરવા અને ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મંત્રીપરિષદ સાથે કામ કરવા આતુર છું.”

 

ભારત માટે અવિસ્મરણીય દિવસ: અમિત શાહ

આ સાથે જ અમિત શાહે નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન પદના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આજે આપણે એક વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની યાત્રાના આગલા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ. મોદીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર યુવાનો અને મહિલાઓને સશક્ત બનાવવા તેમજ ગરીબો અને ખેડૂતોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ રહેશે અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણને એકતાના દોરમાં બાંધીને એક મજબૂત ભારતનું નિર્માણ કરશે.

વિકાસની ગતિ બમણી થશે

મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, દેશની જનતાએ ફરી એકવાર પીએમ મોદીને ભારતને વિકસિત કરવા માટે આશીર્વાદ આપ્યા છે, અમને બધાને ખૂબ ગર્વ છે. બિહારના ઉપમુખ્યમંત્રી વિજય સિન્હાએ કહ્યું, નવનિયુક્ત તમામ મંત્રીઓને અભિનંદન. સમગ્ર દેશની જનતા વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળની ઉજવણી કરી રહી છે. વિકાસની ગતિ બમણી થશે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE