રાજકોટ SOGનો ડ્રગ્સ નેટવર્ક પર મોટો ઘા: 19.300 કિલો પોસડોડા સાથે રાજસ્થાનનો સપ્લાયર ઝડપાયો

ગ્રીનલેન્ડ ચોકડી નજીક સફળ ઓપરેશન; ₹3.33 લાખનો માદક જથ્થો જપ્ત, ડ્રગ્સ સપ્લાય ચેઇનની તપાસ તેજ

રાજકોટ: શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે રાજકોટ એસ.ઓ.જી.એ વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીક બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં 19.300 કિલોગ્રામ પોસડોડા સાથે રાજસ્થાનના એક સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ સહિત કુલ ₹3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

એસ.ઓ.જી.ની ટીમે મળેલી ચોક્કસ માહિતીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી મોટી માત્રામાં પોસડોડા મળી આવતાં સમગ્ર જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપી સામે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં આરોપી રાજસ્થાનથી માદક પદાર્થો લાવી રાજકોટમાં સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ ડ્રગ્સના મૂળ સ્ત્રોત, સ્થાનિક સપ્લાયરો, ખરીદદારો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારી રહી છે. શહેરમાં ડ્રગ્સના દૂષણને નાથવા રાજકોટ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં આ કાર્યવાહી મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE