ચીન છે દુનિયાનો સૌથી મોટો ફ્રોડ! વર્ષોથી આ રીતે લોકોને છેતરતા

ચીનને હંમેશા કપટનો દેશ કહેવામાં આવે છે, ત્યાંની દરેક વસ્તુ માત્ર લોકોની આંખોને છેતરવા માટે બનાવવામાં આવે છે. ચીનના સૌથી મોટા વોટર ફોલને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં આ ધોધમાં કોઇ કુદરતી ન હોવાનું સામે આવ્યું છે.

ચીન છે દુનિયાનો સૌથી મોટો ફ્રોડ! વર્ષોથી આ રીતે લોકોને છેતરતા
આપણે બધાએ ઘણી વાર લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે ચીની સામાન પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ, આનું સીધું ઉદાહરણ પણ હવે જોવા મળી રહ્યું છે. ચીનને હંમેશા કપટનો દેશ કહેવામાં આવે છે, ત્યાંની દરેક વસ્તુ માત્ર લોકોની આંખોને છેતરવા માટે બનાવવામાં આવે છે. હાલમાં જ ચીનના એક પર્યટન સ્થળનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુનિયાભરમાં ફેમસ વોટર ફોલની વાસ્તવિકતા સામે આવી છે, આ વીડિયો જોઇને લોકો દંગ રહી ગયા છે.
ચીનના ઉત્તર-મધ્ય હેનાન પ્રાંતમાં સ્થિત યુંતાઈ માઉન્ટેન પાર્ક છે, જેમાં બનેલા યુંતાઈ વોટર ફોલ હંમેશાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ આ અઠવાડિયે એ વાત સામે આવી છે કે જે ધોધને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે તે ખરેખર કુદરત દ્વારા બનાવવામાં આવ્યો નથી, પરંતુ આ ધોધ માણસોએ બનાવ્યો છે. આ ધોધ એશિયાના સૌથી ઊંચા પાણીના ધોધ તરીકે જાણીતો હતો.

ધોધમાં પાઇપમાંથી પાણી આવે છે

આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક વ્યક્તિ ઘણી મહેનત બાદ વોટરફોલ પર પહોંચ્યો અને ત્યાં એક વીડિયો બનાવ્યો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, વોટરફોલમાં કુદરતી રીતે પાણી આવતું નથી, પરંતુ પાઇપની મદદથી પાણી આવે છે. આ ધોધ 1,024 ફૂટની ઊંચાઈએથી પડે છે અને તે ઘણો જૂનો હોવાનું કહેવાય છે. ચીનની આ સત્યતા સામે લાવનારો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

 

વીડિયો 14 મિલિયન વખત જોવામાં આવ્યો

અત્યાર સુધી આ વીડિયોને લગભગ 14 મિલિયન વાર જોવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો પર સ્પષ્ટતા કરતા અધિકારીઓએ કહ્યું છે કે ઓછા વરસાદને કારણે આમ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ કામ કરવાનો તેમનો મુખ્ય હેતુ એ છે કે આ ધોધ જોવા આવતા લોકોને નિરાશાનો સામનો ન કરવો પડે અને ધોધની સુંદરતા ઓછી ન થાય. ચીનના આ પાર્કને AAAAA રેટિંગ આપવામાં આવ્યું છે, જે દેશના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા પ્રવાસીઓના આકર્ષણને આપવામાં આવેલું સૌથી ઊંચું રેટિંગ છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE