ફતેપુરા પોલીસની સરાહનીય કામગીરી: ‘CEIR’ પોર્ટલની મદદથી 1.30 લાખના 5 ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને પરત સોંપાયા.

ફતેપુરા પોલીસે “CEIR” પોર્ટલનો ઉપયોગ કરીને રૂ.1,30,000/- ની કિંમતના પાંચ ચોરાયેલા, ગુમ થયેલા અથવા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોન “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.

ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ, ફતેપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને ટેકનિકલ માધ્યમથી આવા ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાના અનુસંધાને, પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાડેજા અને ટેકનિકલ ટીમે “CEIR” પોર્ટલના આધારે માહિતી એકત્રિત કરી. ટેકનિકલ વર્કઆઉટ અને વિશ્લેષણ દ્વારા, ટીમે પાંચ મોબાઈલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢ્યા.

શોધી કાઢવામાં આવેલા આ પાંચ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. 1,30,000/- આંકવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહી દ્વારા નાગરિકોને તેમના ગુમ થયેલા ફોન પરત અપાવીને પ્રશંસનીય કામગીરી કરી છે.

રિપોર્ટર :યાસીર ગુડાલા, દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ અને ટી.ડી.ઓ. વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે અગાઉ લેવાયેલી લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રના ગુણાંકમાં વિસંગતતા સામે આવ્યા બાદ રદ કરીને ફરી પરીક્ષા લેવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

READ MORE

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ અને ટી.ડી.ઓ. વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે અગાઉ લેવાયેલી લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રના ગુણાંકમાં વિસંગતતા સામે આવ્યા બાદ રદ કરીને ફરી પરીક્ષા લેવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.