વિશ્વભરમાં વધી રહેલા ઇબોલા વાઇરસ (Ebola Disease) ના સંકટ અને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી (PHEIC) ને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) દ્વારા મોટી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય હિત અને જનઆરોગ્યની સુરક્ષા કાજે એરપોર્ટ વહીવટી તંત્રે તમામ એરલાઇન્સ અને અધિકારીઓ માટે તાત્કાલિક અસરથી 5 કડક નિયમોનું પાલન ફરજિયાત બનાવ્યું છે.
આ 5 નિયમોનું પાલન કરવું પડશે ફરજિયાત:
તમામ મુસાફરો માટે SDF ફોર્મ ફરજિયાત:
DGCA ની માર્ગદર્શિકા હેઠળ આવતી તમામ એરલાઇન્સે દરેક રૂટના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસે ‘સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ’ (SDF) ફરજિયાત પણે ભરાવવાનું રહેશે. જેથી સંભવિત જોખમને અટકાવી શકાય.
ફ્લાઇટ લેન્ડિંગ પહેલાં જાહેરાત કરવી પડશે:
એરપોર્ટ પર બિનજરૂરી ભીડ અટકાવવા માટે, ફ્લાઇટ ભારતમાં લેન્ડ થાય તે પહેલાં જ પ્લેનની અંદર (In-flight announcement) સ્વાસ્થ્યના નિયમો અને SDF ફોર્મ ભરવા અંગેની સત્તાવાર જાહેરાત પૂર્ણ કરવાની રહેશે.
એરપોર્ટ પર 24 કલાક હેલ્થ વર્કર્સ તૈનાત:
એરપોર્ટના અરાઇવલ (આગમન) એરિયામાં ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ 24×7 ફરજ પર રહેશે. કોઈ પણ પ્રકારના ચેપના ફેલાવાને રોકવા માટે અહીં કડક SOP અને ચેપ નિયંત્રણના નિયમોનું પાલન કરવાનું રહેશે.
‘એર સુવિધા’ પોર્ટલ ફરી શરૂ થઈ શકે છે:
સ્ક્રીનિંગ પ્રક્રિયાને ડિજિટલ અને સરળ બનાવવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) ટૂંક સમયમાં ‘એર સુવિધા’ પોર્ટલ ફરી શરૂ કરી શકે છે. જ્યાં સુધી આ પોર્ટલ શરૂ ન થાય, ત્યાં સુધી મુસાફરોએ મેન્યુઅલી (કાગળ પર) ફોર્મ ભરવાનું રહેશે.
તમામ એરલાઇન્સ માટે પણ સમાન નિયમ:
જે એરલાઇન્સ DGCA ના એનેક્સર-1 હેઠળ નથી આવતી, તેમણે પણ મુસાફરોના મેડિકલ ટ્રેસિંગ માટે ફ્લાઇટના આગમન પહેલાં SDF ફોર્મ એકત્રિત કરવા પડશે. ખાસ કરીને કેટેગરી-1, 2 અને 3 ના જોખમી દેશોમાંથી આવતા મુસાફરો માટે આ નિયમ સખત રહેશે.
શું છે ઇબોલા વાઇરસ અને તેના લક્ષણો?
ઇબોલા એ ‘ઓર્થોઇબોલા વાઇરસ’ પરિવારનો એક અત્યંત ઘાતક અને જીવલેણ જૂનોટિક (પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતો) ચેપ છે.
શરૂઆતના લક્ષણો |
ગંભીર લક્ષણો (બીજો તબક્કો) |
🌡️ તીવ્ર તાવ અને અસહ્ય માથાનો દુખાવો |
🤮 સતત ઉલટી અને ઝાડાની સમસ્યા |
😩 શરીરમાં ભારે નબળાઈ અને થાક |
🩸 મુખ્ય લક્ષણ: શરીરના આંતરિક અને બાહ્ય અંગોમાંથી લોહી વહેવું |
😣 ગળામાં ખરાશ, સ્નાયુઓ-સાંધાનો દુખાવો |
📉 મલ્ટિ-ઓર્ગન ફેલિયર (અંગો કામ કરતાં બંધ થવા) |
એરપોર્ટ ઓથોરિટીની તાકીદ:
જનઆરોગ્યની સુરક્ષાના આ મહત્વપૂર્ણ સમયગાળામાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. તમામ એરલાઇન્સ કંપનીઓએ આ આદેશોનું ચુસ્તપણે અમલીકરણ કરવાનું રહેશે.
Post Views: 45











