છોટાઉદેપુરના શીલોજ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલનો મોટો દરોડો: 22લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, 2 આરોપીની ધરપકડ અને 8 વોન્ટેડ

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનની હદમાં આવતા શીલોજ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે એક મોટી રેડ પાડીને પ્રોહીબીશનનો મોટો ગુનો શોધી કાઢ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ગોબરભાઈ સોલંકીની ફરિયાદના આધારે ઝોઝ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થળ પરથી બે આરોપીઓ ઝડપાયા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શીલોજ ગામના નિશાળ ફળિયામાં આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે (૧) ગેમલાભાઈ રમતીયાભાઈ રાઠવા (ઉ.વ. ૩૯) અને (૨) સુખીયાભાઈ રમતીયાભાઈ રાઠવા (ઉ.વ. ૪૨) (બંને રહે. નિશાળ ફળીયું, શીલોજ ગામ, તા.જી. છોટાઉદેપુર) ને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મધ્યપ્રદેશ અને પંચમહાલના અન્ય ૮ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વોન્ટેડ આરોપીઓની યાદી: ૧. મુકેશ (રહે. ધકાપુરા, મધ્યપ્રદેશ) ૨. અરવિંદ મંત્રાલા ટોકરીયા (રહે. ગામ-ખામળકા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ) ૩. હરી રાઠવા (રહે. ગામ-ધકાપુરા, મધ્યપ્રદેશ) ૪. સુરેન્દ્રસિંહ ચૌહાણ (રહે. ગામ-નાની વડઇ, તા.કઠીવાડા, મધ્યપ્રદેશ) ૫. ટીનો કાદવાભાઇ રાઠવા (રહે. ગામ-મોટા અમાદરા, તા.કવાંટ, જી.છોટાઉદેપુર) ૬. વિનુ કાદવાભાઇ રાઠવા (રહે. ગામ-મોટા અમાદરા, તા.કવાંટ, જી.છોટાઉદેપુર) ૭. દીપુ રાઠવા (રહે. ગામ-ઉડવા, તા.ઘોંઘંબા, જી.પંચમહાલ) ૮. મંજુલા ઉદેસિંહ રાઠવા (રહે. ગામ-સુસ્કલ, તા.પાવી જેતપુર, જી.છોટાઉદેપુર)

ઝડપાયેલ મુદ્દામાલની વિગત: પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂ, વાહનો અને મોબાઈલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • IMFL વિદેશી દારૂ બોટલ/ટીન (કુલ નંગ ૯,૧૧૭): કિંમત ₹૨૨,૦૧,૯૭૩/-

  • દેશી દારૂ બનાવવાનો વોશ (૬૨૦૦ લીટર – સ્થળ પર નાશ કરેલ): કિંમત ₹૧,૫૫,૦૦૦/-

  • દેશી દારૂ (૧૦૫ લીટર): કિંમત ₹૨૧,૦૦૦/-

  • ફોર વ્હીલર કાર (નંગ-૨, ચાવી સાથે): કિંમત ₹૧૧,૦૦,૦૦૦/-

  • ટુ વ્હીલર (નંગ-૫): કિંમત ₹૪,૫૦,૦૦૦/-

  • મોબાઇલ ફોન (નંગ-૧): કિંમત ₹૧૦,૦૦0/-

  • લાઇટ બિલ (નંગ-૧)

SMCની ટીમે આ તમામ મુદ્દામાલ ઝોઝ પોલીસ સ્ટેશનને સોંપી, સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરાવી BNSS કલમ 154 મુજબ જાહેર રિપોર્ટ તૈયાર કરી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટર  : અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE