CJIની ટિપ્પણી બાદ વિવાદ: ‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, ઇન્સ્ટાગ્રામ પર BJPથી આગળ

દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનો પર કરવામાં આવેલી એક કથિત ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party) ફરી ભારે ચર્ચામાં આવી છે. આ વિવાદ વચ્ચે, ભારતમાં આ પાર્ટીનું સત્તાવાર X (પૂર્વ ટ્વિટર) એકાઉન્ટ પ્રતિબંધિત (બેન) કરી દેવામાં આવ્યું છે, જેને કારણે સોશિયલ મીડિયા પર નવો ગરમાવો આવી ગયો છે.

ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યામાં ભાજપને પછાડ્યું

એક તરફ જ્યાં આ પેજનું X એકાઉન્ટ બંધ કરી દેવાયું છે, બીજી તરફ તેનું ઇન્સ્ટાગ્રામ પેજ હજુ પણ સંપૂર્ણપણે કાર્યરત છે. ચોંકાવનારી વાત એ છે કે, ગુરુવારે જ આ પેજે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યાની બાબતમાં દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) ને પણ પાછળ છોડી દીધી છે.

ફોલોઅર્સનો આંકડો (અંદાજિત):

કોકરોચ જનતા પાર્ટી (Instagram): 1 કરોડ (10 મિલિયન) થી વધુ

ભારતીય જનતા પાર્ટી (BJP Instagram): આશરે 87 લાખ

X એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયા બાદ પણ ઇન્સ્ટાગ્રામ પર આ પેજની લોકપ્રિયતા અને તેના પર થઈ રહેલી ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ડિજિટલ પ્લેટફોર્મ પર આ એકાઉન્ટ સામે થયેલી કાર્યવાહીને લઈને યુઝર્સમાં અલગ-અલગ તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE